Ghazal Messages - SMS & WhatsApp Ghazal Messages

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..

રડ્વુ નહતુ છતા રડી ગયા..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..


દોડી ને દુનિયાની આ માયાઝાળ માં..

જા.. હું થાક્યો.. તમે ફર્યા..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..


મુઆફ કરજો.. જો સમય ના આપી સક્યો..

હું રડ્યો.. તમે રડ્યા..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..


પ્યાર કહેવું કે દર્દ.. 

ના હું સમજ્યો.. ના તમે સમજ્યા..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..


જલ્દી મારે પણ હતી... જલ્દી તમારે પણ હતી...

છ્તા બન્ને ઇન્તઝાર મા રહ્યા..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..


દુર હસો .. પણ.. અમારા અહેસાસ સાથેજ હસે..

એવા દિલાસા ક્યા સુધી આપું..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..


કોણ અમને સજાવસે.. કોણ જમાણ સે..

અઘરુ હસે.. એ જીવવાનુ..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..


હર પલ યાદગાર બનાવા છે.. હર પલ જીવી લેવા છે..

પણ ક્યા જાય છે આ સમય..

ના તમે જાણ્યુ.. ના અમે જાણ્યુ..

જા.. હ્ણુ હાર્યો.. તમે જીત્યા..

કાંટાઓની ક્યાં વાત કરો છો તમે,

કે ફૂલો પણ હવે ડંખે છે મને,


ભાગી જાઉ છું ભીડ જોઇને હું,

કે એકલતા જ સમજે છે મને,


એક જ વાક્યમાં કહીં દઉં આખી જિંદગી મારી,

પણ શરૂઆત જ એ પૂર્ણ વિરામથી કરાવે છે મને,


જીતી જાઉં બધી જ બાજી એની સામેની,

પણ એ જ સાથે રહીને હરાવે છે મને,


કહી દઉં બધાને કે શું હકીકત અને શું જુઠ્ઠાણું છે,

પણ બોલવાને જાઉ છું ત્યારે એજ મુંગો બનાવે છે મને,


ડરના માર્યા હું નામ જ નથી કહેતો કોઇને હવે,

પણ એ જ બોલી બોલીને બદનામ કરે છે મને,


કરું હું પુણ્ય હંમેશ આ જગત માટે,

પણ એ જ બનાવીને “જાલીમ” પાપ કરાવે છે મને,


સમજી નથી શકતા લોકો મારી વાક્ય રચનાને હવે,

કારણ એ જ આવી અઘરી વાક્ય રચના લખાવે છે મને,


સમજી નથી શકતું જગત હવે મને,

કારણ કે એ જ નાસમજ બનાવે છે મને,


હજુ પણ લખી દઉં પુસ્તકોના પુસ્તકો આ કવિતા ઉપર,

પણ એ જ કલમની શાહી ખુટાડી થોભવે છે મને.

યારેક હુ કોઈ ના રૂદન નુ કારણ, તો ક્યારેક હુ કોઈ ના હોઠ નુ સ્મિત બની જાવ છુ

ક્યારેક હુ સંગીત નો સુર, તો કાયરેક રંગીન નવરંગ બની જાવ છ્હુ


કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”

ક્યારેક હૂ કોઈ નો સાચો મિત્ર, તો ક્યારેક હૂ કોઈ વિશ્વાસ બની જાવ છુ.

ક્યારેક હૂ કોઈ ના મન નો વેમ, તો ક્યારેક હુ કાઇ ના હય્યા નો પ્રેમ બની જાવ છુ.

કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”

ક્યારેક હુ કોઈ ના માટે અલંકાર, તો ક્યારેક હુ કોઈ ના માટે તિરસ્કાર બૅની જાવ છુ.

ક્યારેક હૂ કોઈ ના માટે બેકાર, તો ક્યારેક હૂ કોઈ ના માટે સલાહકાર બૅની જાવ છુ.

કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”

ક્યારેક હુ ચોમાસે અમૃત કેરી વર્ષા, તો ક્યારેક હુ શિયાળે ઝાંકાળબિંદુ બૅની જાવ છુ.

ક્યારેક હૂ ઉગતા સુર્ય ની સોનેરી કિરણો, તો ક્યારેક હુ સાંજે ગગન-ભૂમિ પ્રીત કેરી ક્ષિતિજ બૅની જાવ છુ.

કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”

જીવન કીરા નાટક મા હુ અનેક પાત્રો ભજવુ છુ. ક્યારે હુ મિત્ર, ક્યારેક હુ પ્રેમી, ક્યારેક હૂ રંક, તો કાયરેક રાજા બૅની જાવ છુ.

આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,

ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.


આમ જુઓ તો આપણે બાંધી છે જ કોઇ ગાંઠ નહિં,

ને આમ જુઓ તો બંધાય એવી કે છોડીયે છોડાય નહિં.


આમ જુઓ તો આપણે લીધું કે દીધું જ કોઇ વચન નહિં,

ને આમ જુઓ તો પાળ્યું હશે ના કોઇએ એવું વચન નહિં.


આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,

ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં.


આમ જુઓ તો આપણા મિલનની છે જ કોઇ જગા નહિં,

ને આમ જુઓ તો આપણી ક્ષિતિજનોયે કોઇ પાર નહિં.


આમ જુઓ તો આપણા પ્રણયની છે જ કોઇ મંઝીલ નહિં,

ને આમ જુઓ તો જીવનનાં રસ્તાઓયે કંઇ દૂર નહિં.


આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?

ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.

હંમેશ આ ખીલતા ફૂલને જોયા કરું છું હું,

પણ એક દિવસ એ કરમાઇ જાય,તો વાંક કોનો???


હરરોજ જોવું છું આ ચાંદની ચાંદનીને હું,

પણ વચ્ચે કોઇ વાર અમાસ આવે,તો વાંક કોનો???


ઊભો છું રસ્તા ઉપર હું ભર ચોમાસે ભીંજાવવા માટે,

પણ એ જ દિવસે વરસાદ ન પડે,તો વાંક કોનો???


કરું હું પ્રયત્નો હંમેશા સફળ થવા માટેના,

પણ નિષ્ફળતા જ મને મળે,તો વાંક કોનો???


હંમેશા કરું હું સારા કામ આ જગત માટે,

પણ સ્વર્ગ જ મને ના મળે,તો વાંક કોનો???


શોધુ હું ભગવાનને હંમેશ મારી અંદર,

પણ મારી અંદર કોઇ જ મને ના મળે,તો વાંક કોનો???


હંમેશ કરું એને પામવાનો પ્રયત્ન હું,

પણ એ મને નહિ ને બીજાને મળે,તો વાંક કોનો???


હારું હું બધું જ મારું માત્ર એને જીતાડવા માટે,

પણ એ એજ બાજી જીતી ના શકે,તો વાંક કોનો???


હતી એ કદાચ નસીબમાં મારી,

પણ છેલ્લે એ લકીર જ મારા હાથમાં ના મળે,તો વાંક કોનો???


સરવાળા બાદબાકીના ગણિતમાં તો નિપુણ હતા અમે,

પણ પ્રેમના અમારા બધા જ દાખલા ખોટા પડે,તો વાંક કોનો???


શાંત અને નિર્મમ સ્વભાવ હતો મારો,

પણ ઉપનામ જ જો મને “જાલીમ” મળે,તો વાંક કોનો???


લાખ પ્રયત્નો કરું આ કવિતાને પૂર્ણ કરવાના,

છતાં પણ એ હંમેશ અધુરી રહે,તો વાંક કોનો???


લખી નાખું આ એક જ કવિતાના પુસ્તકો અનેક,

પણ છેલ્લે કોઇ કલમ જ મને ના મળે,તો વાંક કોનો???