Ghazal SMS Messages

વરસાદ ભીંજવે


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે

હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે


ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે

અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે


નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે

દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે


ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે

ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે


પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે

નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે


બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે


અહીં આપણે બે અને વરસાદ ભીંજવે

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે


થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી

.હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

*સીરતી


છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.

થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.

દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.


અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.

હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી


તઝ્મીન:_સૈયદ ‘રાઝ’ નવસારવી.


કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,

શાયરીમાઁ ,‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.

*સીરતી


શાયરીમા સાથ ઊસુલો તણો છોડયો નહીઁ.

નેખુમારી ને ખુદીનો જામ પણ તોડયો નહીઁ.

જીઁદગીના ભવ્ય દર્પણ ને કદી ફોડયો નહીઁ


કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,

શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.

તઝ્મીન: *વફા


મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.

અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.


*સીરતી


હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.

બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.

તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે


મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.

અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.


તઝ્મીન:*વફા



એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’


ગઝલ


એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.

એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.


.આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,

હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.


જીઁદગીના કાફલા લુઁટાયા તારા ગામમા,

તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી.


તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,

વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.


અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.

હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી