વાવવાં છે બીજ મારે બાળકોના દિલ મહી
વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !
જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર
શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી !
શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે,
જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.
શિક્ષક – પક્ષિયોને કેવી ખબર પડે છે કે તેમણે ક્યાં ઉડવાનુ છે ?
વિદ્યાર્થી – આ તો એમની ખાનદાની પરંપરા છે.
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:'
ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”