પૂ.દાદા એ શ્રીમદ્ ભગવદ ગીતાના “સર્વસ્ય ચાહમ્ હ્રદિ સંનિ વિષ્ઠ:” ભગવાન મારી સાથે છે-આ વિચાર દ્રઢ કરાવી માણસનું ગૌરવ ઉભું કર્યું છે.
માનવ ગૌરવ ઉભું કરનાર પૂ.દાદા નો જન્મ દિવસ તેથી “મનુષ્ય ગૌરવ દિવસ ” તરીકે ઓળખાય છે. આપણા જીવનમાં પણ “ભગવાન મારી સાથે છે” આ વિચાર દરરોજ ભગવાન ને કૃતજ્ઞતા પૂર્વક ત્રણ વખત યાદ કરીને દૃઢ કરીએ અને આત્મગૌરવ તથા પરસન્માન ઉભું કરીએ.